STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અવઢવમાં

અવઢવમાં

1 min
200

આ તે કેવી વિડંબણા, ડગલે ને પગલે હવે જીવવું અવઢવમાં,
મ્હોરા ઓઢીએ કે ચહેરા ઉઘાડીએ ? કહો કેમ જીવવું અવઢવમાં !!

એ સાથે આવે તો તકલીફ ને ન આવે તોય તકલીફનો પાર નહિ,
ને એના હર સવાલ સામે મારા ઉત્તરોનું પ્રગટવું અવઢવમાં !!

આવતી શ્વાસ જીવનનો રણકાર ને જાતી શ્વાસ મોતનો ભણકાર,
ને બે શ્વાસ વચ્ચેના ખાલીપામાં એક ક્ષણ ટકવું અવઢવમાં !!

બાગના માળીઓ જ બન્યા જ્યાં કઠિયારા ને કસાઈ ભર વસંતે,
બસ ત્યારથી રહ્યું છે બાગમાં બધાજ ફૂલોનું ખીલવું અવઢવમાં !!

જ્યારથી કોઈ નજરના તીરથી થયા ઘાયલ પ્રેમની ભવ્ય ભૂમિ પર,
ને ત્યારથી તલવાર ખંજર ને કાયમ માટે રહેવું અવઢવમાં !!

સંબંધોમાં સચવાયા કંઈ રૂપો સ્ત્રીના કેટલાયે સગપણ બની,
પણ સીતા ને દ્રૌપદીથી માંડી આજ સુધી નારીનું હોવું અવઢવમાં !!

રણમાં ઉગવાની 'પરમ' જિદ કરીને એ તો ઘરબાઈ ગયું ભોંમાં,
પછી તો ઝાંઝવાના પિત્તથી 'પાગલ' પ્રીતનું પાંગરવું અવઢવમાં !!


Rate this content
Log in