STORYMIRROR

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

‘અસ્તિત્વ મારું..!’

‘અસ્તિત્વ મારું..!’

1 min
2.8K


હું તારું અભિન્ન અંગ છું,
તો ક્યાં ગઈ મારી ઓળખ?
અસ્તિત્વ મારાને ઓગાળીને બેઠેલી હું.
તારા સુખે ભોગવાતી હું, ને વેઠતી નર્યો ભોગવટો,
સાહયબી તારી અઢળકમાં હું એક છોગું?

તારાપણામાં મારું ના એક પણ રૂવાડું!
ને તોયે હું રોમેરોમ તારી?
આટલા ઉપનામો સાથે જીવતી,
ને તો પણ;
નામ ના રહે મારું શેષ...

તારા અંશને પોષતી, વેઠતી, વેંઢારતી પીડા,
ને આપતી નવજન્મ,
પૂર્વજન્મે ઋણાનુબંધે બંધાઈ હું?
કે આકાશી શિખરો આંબતી હું?

છિન્નભિન્ન થઈને ઉચ્છવાસે જીવતી,
કચવાતા મને કહેતી હું, સાંભળો મને,
અમથું ના અવગણો મને...
હું પણ એક જીવ છું,
સ્વીકારો મને, આવકારો મને...
પંપાળો મને,
બસ અસ્તિત્વ મારાને સ્વીકારો હવે..!


Rate this content
Log in