Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dikshita Shah

Others

3  

Dikshita Shah

Others

અષાઢી વાયરાનો અણસાર

અષાઢી વાયરાનો અણસાર

1 min
14.5K


અષાઢી વાયરાનો આ અણસાર છે,
ઝરમર -ઝરમર વરસે છે,
કારણ પહેલો વરસાદ છે.

ઉપર વાદળ વરસે છે,
નીચે આંખો વરસે છે,
કારણ સમાનાર્થી જેવા જ બંનેનાં સ્વભાવ છે.

આકાશે શ્રાવણનો ભાર છે,
મારા હૈયાને વૈશાખનો આધાર છે,
કારણ લાગણીઓના આકાશે સન્નાટાઓ ભારોભાર છે.

વાદળ અમાપ વરસે છે,
વીજળી અમાપ ગરજે છે,
કારણ વિખુટા પડેલા વરસાદનો એકલવાયો અનરાધાર પ્રવાસ છે.

'દિવ' જળમાં જીવનનો શ્વાસ છે,
વરસી વળવામાં મબલખ વિશ્વાસ છે,
કારણ ધબકાર જીવતા હોવાના પ્રમાણમાં જ તો સંવેદના નો ભીનો ઉદ્દગાર છે...                 


Rate this content
Log in