STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અષાઢી સાંજ

અષાઢી સાંજ

1 min
244

અષાઢી સાંજે મેઘાનું આગમન,

ગજવે ગગન ઘેરી વાદળો મન.


વરસે અનરાધાર મેઘા આજે,

અવનિના તાપ શમ્યા આજે.


વરસે અનરાધાર મેહુલિયો આજે,

મોર, દેડકાં કરતાં કલશોર આજે.


ધરતીએ સાજ સજયો જાણે આજે,

વર્ષાએ કર્યા વધામણાં જુઓ આજે.


ચમકે વીજલડી ને ગરજે અષાઢ,

ભાવના આભ ફાટ્યુંને ગરજે અષાઢ.


છેડે કેવો મલ્હાર રાગ અષાઢી મેઘ,

તરુવર નીતરતા હરખે હૈયા જોઈ મેઘ.


Rate this content
Log in