અસમંજસ
અસમંજસ




અત્યાચાર જોઈ થાય અસમંજસ ક્યાં સલામતી છે ?
અહીં કોઈ સુરક્ષિત સ્ત્રી ન જોઈ બધે અસલામતી છે.
ચીર ખેંચીને, દેહ ચૂંથીને હવસખોર ફરે અહીં,
અસમંજસમાં છું દીકરી બચાવવી કેમ કરી અહીં.
જીભ કાપીને અસહ્ય વેદના આપતાં નર પિશાચો,
લાશ બાળી દે ને ક્રૂર આનંદ માણે આ નર પિશાચો.
ગામ, શહેર ભડકે બળે તે પહેલાં ઝટ કરો ન્યાય,
સત્ય સંતાડીને સબૂત મિટાવે હવે તો કરો ન્યાય.
અસમંજસમાં આ સમાજ છે દીકરી હવે કેમ ઉછેરવી ?
સૌને ઊંઘાડી લાશ બાળી દે કેમ કરીને દીકરી હવે ઉછેરવી ?