STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Drama Romance

3  

Prashant Subhashchandra Salunke

Drama Romance

અર્પણ મારી પત્નીને..

અર્પણ મારી પત્નીને..

1 min
268


અમસ્તા હું હતો, કો’ક ડાયરી લખતો.

અમસ્તા હું હતો, કો’ક શાયરી સર્જતો.

ત્યારે એ આવ્યા,

ને કહ્યું, કોઈક શાયરી અમારી લખો,


અહો! કમાલ....

આજે તો ગજબ થયો...

શાયરી પોતે કહે, મારા પર શાયરી લખો!


અમસ્તા હું હતો, કંઈક વિતા કરતો,

અમસ્તા હું હતો, કોઈક કવિતા ગણગણતો,

ત્યારે એ આવ્યા,

ને કહ્યું, કોક અમારી કાવ્યસંહિતા કરો!


અહો! આશ્ચર્ય...

આજે તો અજબ થયો....

કવિતા પોતે કહે મારા પર કવિતા કહો!


અમસ્તા નઝમો ને શાયરીની કળા પીરસતો,

અમસ્તા મક્તા ને મત્લાની માળા પેરવતો,

“પ્રશાંત”ને ત્યારે ખયાલ ન આવ્યો,

કે ક્યારે...

હા, ક્યારે...

પોતે શાયર ખુદ ગઝલનો થઇ ગયો!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama