અર્પણ આ જીવન
અર્પણ આ જીવન
તન, મન, ધનથી કરું હું એવું સંપૂર્ણ સમર્પણ,
ભાવનાના ભાવથી હદયના ફૂલ તમને અર્પણ.
જિંદગી ભર કરીશ હું મીરાં કેરી ભક્તિ તમારી,
વિષને સમજી અમૃત કરું ગ્રહણ દુવા હોય તમારી.
આપે જો જગત તિરસ્કાર પરવા ક્યાં મને છે,
છતાં ભક્તિના માર્ગ પર ચાલુ છું ડર ક્યાં મને છે.
જગતની મોહ-માયાથી રહું દૂર,
એક આશિષ હોય તમારી,
તમારી ચરણરજ કરું ગ્રહણ,
જો અમી નજર હોય તમારી.
મળે મોક્ષ, મુક્તિ બતાવ્યો માર્ગ ભક્તિની સફરનો,
તમારા નામે હું તો મોક્ષ કરું ગ્રહણ આ જીવન સફરનો.
જિંદગી સુધારી દીધી રાહબર બનીને મુજ જંગલી ફૂલની,
ઓળખ્યા હવે તમને કંચન બનાવી જિંદગી ધરતીની ધૂળની.
