અરજ સુણી
અરજ સુણી
એ એ એ એ એ....
અરજ સુણી ને આવો ચેહર માતા,
સાંભળો સાદને, માફા જોડીને આવો... ઓ... ઓ.. ઓ જી...
ચારેકોર મહામારીએ અંડીગો જમાવ્યો.. મારી અરજ સુણો...
ઓ ચેહર માતા...
આવ રે ચેહર મા ને ઉગારો માનવીઓ...
કરે છે ભકતો અંતરથી સાદ, આવો દેવી.... અરજ સુણી ને..
આવો મોરી માત...
કોરોનાએ ફેલાવ્યો કેવો કાળો કેર,
ભટ્ટ પરિવાર જપે નિરંતર જાપ હો... અરજ સુણી ને...
આવો મોરી માત....
તારી કૃપાથી ભવપાર ઉતરાય,
લાલ ચૂંદડી ઓઢીને કેવી મલકાય...
અરજ સુણીને...
આવો મોરી માત...
ભાવના આવી ઊભી તારે દ્વારે રે,
ભકતો તારાં દર્શન કરતાં ખુશ થાય,
અરજ સુણીને...
આવો મોરી માત....
કળિયુગમાં હાજરાહજૂર દેવી જાગ હવે તો જાગ,
ઘેલાં તારાં ભકતો છે,
આંસુડાંની ધારે તને પોકારે છે,
અરજ સુણ ને ...
આવ મોરી માત.
