અરજ હનુમાન દાદાને
અરજ હનુમાન દાદાને
1 min
158
ઓ દયાળુ દાદા સમગ્ર વિશ્વનાં રખેવાળ છો,
આશા ધરી દિલથી પોકાર પાડ્યો છે,
અમે માગીયે શરણ તમારી પાસે દાદા,
આવ્યો વસમો મહામારીનો સમય દાદા,
એમાંથી દયાળુ દાદા અમને ઉગારી લો,
કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો,
કાન પકડી માફી માંગીએ છીએ દાદા,
ઓ દયાળુ દાદા અરજ સાંભળી આવો રે,
અમારા પર દયા ભાવ સદાય રાખજો રે,
ભાવનાભર્યા હૈયે શરણે આવ્યા રે,
સેવકોને આ કપરાં કાળથી પાર ઉતારો રે,
પોકાર સાંભળીને વાયુવેગે આવજો રે,
સંકટ હરોને ઓ સંકટ વિમોચન દાદા રે,
અરજ હનુમાન દાદા સાંભળી ને આવો રે.
