અરબી સમુદ્ર
અરબી સમુદ્ર
1 min
166
હું છું વિશાળ અરબી સમુદ્ર,
વારંવાર તનાવમાં આવુ છું,
વિનાશક અંગડાઈ લઈને હું,
આ ધરતીને ધમરોળું છું,
વાદળોને ખૂબ બહેકાવીને હું,
માવઠાનો માર વરસાવું છું,
પવનને બેવફા બનાવીને હું,
કાતીલ રૂપ ધારણ કરાવું છું,
વીજળીના ક્રુર તરંગોથી હું,
જન જીવનને તડપાવું છું,
ધરતી પર વસતા જીવોને હું,
મારું સ્વરુપનું ભાન કરાવું છું,
વિનાશ કરવા માંગતો નથી હું,
કુદરતની લીલાથી લાચાર છું,
હૃદય મારૂં વિશાળ છે "મુરલી"
પૃથ્વીનો હરપળનો રક્ષક છું.
