અફર વાત
અફર વાત
1 min
269
રાત છે, એટલે હોય છે દિવસનું મહત્વ,
રાતની વાત ન્યારી, રાત છે અલગારી તત્વ,
રાત છે આરામ માટેની કુદરતી વ્યવસ્થા,
રાત છે એટલે જ જળવાઇ રહે છે સહુનું અસ્તિત્વ,
રાત હોય અમાસની કે હોય શરદ પૂનમની રાત,
એક વાત છે અફર કે આવે છે જરૂર પ્રભાત,
રાત છે આરામ માટેની કુદરતી વ્યવસ્થા
જો માણતા આવડે તો, રાત પણ છે સૌંદર્યની ભાત.
