અંતરથી પોકાર
અંતરથી પોકાર
1 min
423
અંતરથી પોકાર કર્યો સાંભળો મા,
અમી નજર કરો જરા ચેહર મા.
આમ જવાય નહીં તારાંથી દૂર મા,
જાદુગરી માયા તારી મૂકાય નહીં.
સાચા, ખોટાં પણ તારાં છીએ મા,
ભાવના વિચારોમાં તારાં જ છે મા
માઈ ભકત રમેશભાઈ વિનવે મા,
પીડા કદી કોઈ ને આપો નહીં મા
તન,મન, ધન અર્પણ તને કર્યું મા,
મજબૂતાઇ થી હાથ ઝાલો મા.
