અંતરથી દુઆ
અંતરથી દુઆ
1 min
144
આ તારી જ અંતરની દુઆ બીજું કંઈ કામ ન આવે મા,
અંતરનો અહેસાસ ઓળખે તને પછી કંઈ નામ ન આવે મા.
અટલ ઊંડો દરિયો આ સ્વાર્થી જગતને તું સ્વાતિબુંદ મા,
ટીપે ટીપે મમતા વરસાવે તું એના કોઈ દી મૂલ્ય ના થાય મા.
છે દુઆ તારી બસ પ્રલંબ વિશ્વાસ છે ચીરકાલીન મા,
ચાલ્યાં કરે દુનિયા સતત ને તોય તારી દુઆઓ અમર મા.
પહેલેથી લઈને છેલ્લા શ્વાસ સુધી અંતરથી દુઆ વરસાવી મા,
આવી મહેર મમતા જ વરસાવે અંતરને ઓરડેથી મા.
સ્વાર્થી દુનિયામાં બેઠી છું લઈ લથબથ દુઆઓની હેલી મા,
કેમ રહે અશક્ય કોઈ કામ દુઆઓથી સર્વ સંકટ દૂર ભાગે મા.
