અંતરનાં ભણકારા
અંતરનાં ભણકારા
અંતરનાં ભણકારા વાગે છે અહીં,
જિંદગી મૃત્યુનાં દાવપેચની રમત છે અહીં,
મળે ફાયદો કે નુકશાન એ ભણકારા વાગે અહીં,
સંબંધો ભાવના વિહોણા થઈ ગયાં છે અહીં,
નફો કે ખોટ ધંધામાં મળે એ ભણકારા વાગે છે અહીં,
હિસાબો હવે રોજમેળમાં મેળવવા મથે છે અહીં,
હિસાબે ભૂલી સરવૈયું કાઢે છે અહીં,
ભૂલો અન્યની ઠેરવી બચાવ શોધે છે અહીં,
જિંદગી રોજ ઘટે એ ભણકારા વાગે છે અહીં,
પાનખર સૌને લાગુ પડીને ખેરવે છે અહીં,
શંકર કૈલાસ ઉપર બેઠા, માનવીએ આશાએ જીવે અહીં,
જગતમાં રોજબરોજ માનવ વિષ જીરવે છે અહીં,
જિંદગી હરકદમ નિતનવી રમતો રમે છે અહીં,
સંબંધોનાં ચક્રવ્યૂહમાં દુઃખનાં ભણકારા વાગે છે અહીં.
