STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

અંતરમન

અંતરમન

1 min
266

અંતરમનની વાત કોઈને કેવાતી નથી,

અમુક રાઝ બીજાને કહી શકાતાં નથી.


અંતરમનમાં કેટલુંય છુપાવવું પડે છે,

ચૂપચાપ રહીને સંસાર ચલાવવો પડે છે‌.


ભાવના છુપાવી ને દેખાડો કરવો પડે છે,

ઘણું બધું હસતાં હસતાં સેહવુ પડે છે.


ના ગમતું પણ ઘણું સહન કરવું પડે છે,

ને ગમતું ઘણું બધું જતું કરવું પડે છે.


અંતરમન ની વાતો ભૂલી જીવવું પડે છે,

અમુક રહસ્ય સાથેજ લઈ જવાં પડે છે.


Rate this content
Log in