અંતરીક્ષ
અંતરીક્ષ


અંતરીક્ષને જોઈને
આજ આંખો રોઈ ને
સત ગયો દ્વાપર ગયો
કળ જગ થકી કોઈ નઈ
ચાંદ તારા રમ્યા કરે
ને રમત કાં જોઈ નૈ?
ગ્રહ નક્ષત્ર ફરતાં ગયાં
ખુદની જગા ખોઇ નૈ !
એ જ તારામાં ઉમંગ
જો ખરે તો જોઈ નૈ ?
માંગ તે આલી શકે
એ ક્ષણ ભી તે ખોઈ ને?
અંતરીક્ષને જોઈ ને
આજ આંખો રોઈ ને.