અંતર્ગત
અંતર્ગત
મા મમતાળુ છે
લાડલી લાગણી છે
મા દુનિયા છે
લાડલી પ્રેમ છે
મા દુવાઓ વરસાવે છે
લાડલી એટલે મનોબળ મજબૂત કરે છે
મા એટલે હેતુનું ઝરણું છે
લાડલી વ્હાલનો દરિયો છે
મા એ નિઃસ્વાર્થ પ્રેમનો સંગ્રહ છે
લાડલી એ પ્રિતનું પારેવડું છે
મા હંમેશા પીઠબળ બની રહે છે
લાડલી ટેકો આપી ચાલતાં શીખવે છે
મા અનુભવોનું ભાથું છે
લાડલી પ્રેરણા નું બળ છે
મા એટલે મમતા
લાડલી એટલે દીકરીનું લાડ!
મા એટલે જેનાં હ્રદયમાં વસવાટ કરે છે સંતાનો
લાડલી એટલે કુમકુમ પગલાં પાડી ઘર પાવન કરે છે
મા વગર ઘર વિરાન છે
લાડલી ઘરનું ઘરેણું છે
મા એટલે સંઘર્ષના દિવસોનો વિસામો છે
લાડલી એટલે સંઘર્ષ નાં દિવસોનો સહારો છે
