STORYMIRROR

Jay D Dixit

Others

4  

Jay D Dixit

Others

અંતરે ખેતર

અંતરે ખેતર

1 min
344

મારું હૈયું એટલે જાણે લાગણીનું ખેતર,

ને એમાં હું સપનાનું રોજ વાવું વાવેતર.


દિવસ ઉગે ને એમાં આશાની કૂંપળ ફૂટે,

જાણે પાન લીલુંછમ ઉગ્યું છે મારે ભીંતર.


ધબકાર એકધારા ટહૂકા કર્યા કરે છે જ્યાં,

પ્રેયસીને જોતાંજ નાચવા લાગે રીતસર.


શ્વાસનો વાયરો અવિરત અવરજવર કરે,

અમારી દોસ્તી જાણે આજીવન અને અફર.


કોણ કહે છે કે જીવ મારામાં છે ? 'કલ્પ'

એ તો શિવ છે જે મને કહે છે, તું છેતર.


Rate this content
Log in