અંતર
અંતર
1 min
161
અંતર સૂર્યોદય ચેહર મા દર્શને થાય,
એથકી અંધકાર જિંદગીનો દૂર થાય.
ચેહરમાની કૃપાથી આત્મપ્રકાશ થાય,
દુઃખમાં સાચો સહારો જ મળી જાય.
સત્ય સંગ સદૈવ હોય પડખે ચેહર મા,
ખોટાં કામો થકી થાય નારાજ ચેહર મા.
મનોમંથન કર્યો ને નિર્ધાર કર્યો છે માતા,
રેહવુ બસ તારાં ચરણકમળમાં માતા.
અન્યાય પ્રતિ અગનજ્વાળા બને મા,
ભોળા ભક્તોની બને ભોળી ચેહર મા.
અંતર સૂર્યોદય ભવના પ્રગટે ચેહર થકી,
જીવનનું અંધારું દુર ભાગે એ થકી.
