STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અંતિમ પાગલપન

અંતિમ પાગલપન

1 min
26.5K


જેના થકી સૌગાત ઝખ્મોની મળી છે મુજને

એની જ પાસેથી મહોબ્બતનો મલમ શોધું છું


મંદિર ને મસ્જીદોમાં જઈ જઈ ને પણ થાક્યો

હવે એક મયખાનાનો મસ્ત ધરમ શોધું છું


જે સજાઓ ભોગવી ચુક્યો વગર ગુનાઓની

એ જ મારા કરમના ભેદ-ભરમ શોધું છું


આંસુઓના ઝરણા થી ધોઈ નાખી એકલતાને

છતાયે હજુ એકાદ સાથીનો કલરવ શોધું છું


સમયના ઝંઝાવાતમાં પીંખાઇ ગયો માળો

તૂટેલા તણખલાઓમાં એક બાળપણ શોધું છું


બસ હવે થવું ગરકાવ આ"પરમ"માં ઝટ

એવું અલભ્ય ને અંતિમ "પાગલ"પન શોધું છું




Rate this content
Log in