STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

અંશ

અંશ

1 min
140

બંધ મુઠ્ઠીમાં સમાઈ ને સચવાયો છે રહસ્ય અંશ,

જેમ શબ્દો થકી ભાવ બની પ્રગટ્યો કાવ્ય અંશ !


નવા અનુમાનમાં છલકે સંભાવનાઓ સફળતાની,

મારા શબ્દોમાં ચમકે ખંત બની ભાવનાનો ભવ્ય અંશ !


ખોબો ભરેલો છે મારો કર્મયોગની હસ્તરેખાઓથી,

સાચવીને બેઠી જીવનની પ્રત્યેક પળ સમય અંશ !


અંતરના આભે વળગી છે વૈભવી વ્હાલપની વાદળી,

મિલન ઘટના પછી અસ્તિત્વ પ્રસંગ વિરહ અંશ !


સપનાઓ મંઝિલો રસ્તાઓ ને અંતે હતા ત્યાંને ત્યાં,

સમજાય જાય સત્ય તો બને સફળ ગંતવ્ય અંશ !


ઈચ્છાની ઝોળીમાં 'પરમ' સપના લઈ ભટકું યુગોથી,

હવે કદાચ આ 'પાગલ'પન થકી પ્રગટે સત્ય અંશ !


Rate this content
Log in