અનોખું બંધન
અનોખું બંધન


વાતો એ આપણા બચપણની ઘેલુડી,
એય, ભઈલા ! નાની'સી બેની યાદ છે તને ?
રહી ગઈ માત્ર એ યાદોની ધૂંધળી ગલી,
રમતા'તા જ્યાં ગિલ્લી ને દંડો ભેગા મળી.
ગળી ગયો સમયનો સર્પ એ નટખટ નાદાનિયત,
કરતા'તા ખોટી ફરિયાદ જ્યાં એકબીજાની બાને.
ફરી વળ્યો ધુમ્મસ એ માસુમ મસ્તી પર,
ડરાવતા'તા ભાઈ જ્યાં ભૂત બની બેનને.
વહી ગઈ એ વાતો વહેણ બની ઉમરની,
બનતો'તો ઢાલ ને ઉગારતો એ બહેનને.
બની ગયું એ સ્વપ્ન આપણાં એ બંધનનું,
કરતાં'તા વાતો મઝાની જયાં એકબીજાને.
વાતો એ આપણા બચપણની ઘેલુડી,
એય, ભઈલા ! નાની'સી બેની યાદ છે તને ?