અણુ અણુમાં ચેહર મા
અણુ અણુમાં ચેહર મા

1 min

10
અણુએ અણુમાં સમાઈ કૃપા ચેહર મા ની,
આ જગતના કણે કણમાં નિહાળી ચેહર મા ને.
વૃક્ષમાં ફળ, ફૂલ જ એ થઈને વસ્યા ચેહર મા,
છોડનાં પાંદડામાં ભાળ્યા દિવ્ય રૂપે ચેહર મા.
ભાવનાઓના ભાવમાં ધબકે દયા રૂપે ચેહર મા,
માઈ ભકત રમેશભાઈનાં હૈયે વસ્યાં છે ચેહર મા.
કર્મનું ગણિત શીખવાડી જાય એ ચેહર મા છે,
ભવ સાગર બગડ્યો સુધારે એ ચેહર મા છે.
આ જગત સલામો કમાલને કરે એ કમાલ ચેહર મા છે,
જીવને મોહ માયામાં નાંખ્યા પણ ઉગારે ચેહર મા છે.