અણમોલ પ્રકૃતિ
અણમોલ પ્રકૃતિ
1 min
223
એજ આશા બચાવો આ પ્રકૃતિને,
આપશે ઓકિસજન મફત પ્રકૃતિ,
ઔષધીય કામ આવે આ પ્રકૃતિ,
વૃક્ષો વાવો બચાવો આ પ્રકૃતિ,
આપણે બચી શકીશું પ્રકૃતિથી,
વૃક્ષોનું જતન કરીએ આત્માથી,
ખોટનો ધંધો ભાવના કેમ કરવો,
ફાયદો જ ફાયદો આ પ્રકૃતિ હારે,
ગામ,શહેર સૌ બચાવો આ પ્રકૃતિ
જીવનદાતા અણમોલ આ પ્રકૃતિ,
આ જગતમાં પર્યાવરણ જાળવો,
સંસારમાં જરૂરી છે વૃક્ષો જાળવો,
કોરોના, અનેક રોગોનો ઈલાજ,
કુદરતી સાનિધ્યમાં છે ઈલાજ.
