અંધકારનું આશ્વર્ય ચિન્હ
અંધકારનું આશ્વર્ય ચિન્હ
1 min
171
અંધકાર એટલે રાત્રી
કાળી રાત પછી
સોનેરી સવાર ઉગે છે
એમજ
પ્રેમ એટલે લાગણીઓ
જ્યાં મિલન ને જુદાઈ છે
અમાસની કાળી રાત પછી
પૂનમનો અજવાસ રેલાય છે
તો પછી
આ અંધકારનું આશ્વર્ય ચિન્હ કેમ !
દરેક ઘટના ક્રમબદ્ધ છે
ભાવનાને દેખાડો
એ પણ એકસાથે સંભવે છે
મંદિરમાં બિરાજમાન ઈશ્વર
પણ ભીડમાં એકલા છે
આ જગતમાં બધું જ
અનિશ્વત છે
છતાંય સૂર્ય ઊગે છે
ને સાંજે આથમે છે
એ અફળ છે
નમન નમનમા પણ ફેર છે
ચુગલીખોર સતત નમે છે
માટેજ
અંધકારનું આશ્વર્ય ચિન્હ કેમ છે ?
બંધ આંખોમાં સ્વપ્ન છે
જે ચહેરો ઝંખાય છે
એના માટે ચાહત વધુ હોય છે
અને સતત સંગાથે
રેહવાની માગણી હોય છે.
