અંબે માં ગરબે ઘૂમતા રે લોલ
અંબે માં ગરબે ઘૂમતા રે લોલ
હે મારી અંબે મા ગરબે રમતા રે લોલ,
રૂડા વાગે છે નવલી નવરાતના રે ઢોલ,
મારી અંબે મા રમે છે મોરી સૈયરોને સાથ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,..........(1)
આજે આવ્યા છે રૂડા નોરતા રે લોલ,
મેં તો ગરબે મેલાવી રુડી જારીયું રે લોલ,
મે તો ગરબે ચિતરાવી રુડી ભાતડિયું રે લોલ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,...........(2)
આજે આવી છે હૈયે હરખની હેલી રે લોલ,
મે બાંધ્યાં છે આસોપાલવના તોરણ રે લોલ,
મેતો શેરીઓ શરગાણી મા અંબા તણી રે લોલ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,............(3)
આજે આવ્યા મા અંબાના રૂડા નોરતા રે લોલ,
મા અંબા ગરબે રમે રે બહુચર - ચામુંડાને સંગ,
આજે ગરબાની તાળી પડે ત્રણેય લોકમાં રે લોલ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,.............(4)
આજે સજીયા છે માએ સોળે શણગાર રે લોલ,
ઘમમર ગરબો ઘૂમે રે મારી અંબા માતનો રે લોલ,
આજે ગરબા જામ્યો રંગ મા અંબા તણો રે લોલ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,................(5)
આજે ગરબો વધાવે છે મા સરસ્વતી રે લોલ,
ગરબાનો મહિમા અનેરો આજ છે રે લોલ,
રૂડા ફૂલડાં વરસાવે સ્વર્ગમાંથી દેવતા રે લોલ,
હે મારી અંબે મા ગરબે ઘૂમતા રે લોલ,..............(6)
