STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અંબા નાં ઓટલે

અંબા નાં ઓટલે

1 min
190

એક સાચી અંબા માડી રે,

એ નોંઘારાની આઘાર રે;

દયાળી ગબ્બરવાળી રે,

સાચી વીસાયંત્ર વાળી રે. 


મધદરીયામાં પોકારે હાજર રે,

બુડતાને તાર્યા માવડી એ રે;

સાચી સચરાચર વાળી રે.


ભક્તોના સાદ સાંભળે રે,

ભાવના ભર્યા ભાવે હાજર થાતી રે

સાચી અંબાજી માતા રે.


અંબાજી ઓટલે મા મળે રે,

ગાયુના ગોવાળને ચરામણ દીધું રે

સાચી ચૌદભૂવનની માડી રે.


તાળીઓના તાલે રંગે રમે રે,

ડોસી રૂપે સેવકો સંગે રમે રે;

સાચી માડી ઉંચા ઓટલા વાળી રે


અંબાજી ચરણે પ્રણામ કર્યા રે,

લેજો અમને તમારા શરણોમાં રે;

સાચી અંબા મારી માડી રે.


Rate this content
Log in