અમે
અમે
1 min
309
અમે તો કોઈને નડ્યા નહીં,
તોય કોઈને અમે ગમ્યાં નહીં,
અમે ચાલ્યા સીધા રસ્તે તોયે,
લોકોને સદાય વાંકા લાગ્યાં તોયે,
અમે ફર્જ, વ્યવહાર નીભાવી જાણ્યા,
છતાંય દંભીઓએ બદનામ કર્યા અહીં,
ભાવનાઓથી જ જીવન જીવી અહીં,
છતાંય લાગણી વિહોણા ગણી અહીં,
સાચું બોલી સાચી વાત કરતી રહી,
તોય જુઠ્ઠાંએ ખોટાં આક્ષેપ કર્યા અહીં,
રૂપિયાનાં વ્યવહારમાં ચોખ્ખી રહી,
તોયે અવિશ્વાસની નજરે જોતાં અહીં.
