અમે
અમે
1 min
357
અમે નાયણા, રૂપાના વંશજો છીએ,
ચેહર મા અમે તારાં જ અંશ છીએ,
વંશનો વેલો તે વધાર્યો છે મા,
ભટ્ટ પરિવારની રખેવાળ તું મા,
ચાંદ સૂરજ જેમ તારું નામ અમર છે,
મા અમારો તો આધાર એક તું જ છે,
ખોટ ક્યાં પડવા દીધી કદીયે તેં મા,
જગતમાં સૌથી પ્યારી તું જ છે મા,
ભાવના ઋતુ બદલાય ચેહર એ જ છે,
મા પાનખરમાં પણ વસંત તો તું જ છે,
ભક્તો તારું મુખડું જોઈને જીવે છે,
અમારો અંતિમ સહારો તો તું જ છે,
સાત પેઢીને ઉજાળે વંશવેલો વધાર્યો છે
ચેહર મા સૌથી ન્યારી દેવી તો તું જ છે.
