STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

અમે તો વાદળ નભનાં

અમે તો વાદળ નભનાં

1 min
249

અંગ અંગ અજવાસું

કોણ લાવ્યું ચોમાસું ?

અમે તો વાદળ નભનાં

નથી રે કોઈ સરનામું,


હસી ઝીલો રંગ ભીંના

લખીએ વ્હાલનું નામું

બહુરૂપિયા અમે રાજા

ના પરદો ના કઈં છાનું,


ધડધડ ફરફર સાદું

ગમે આ ધરણ બાનું

તમે મલકો સહુ છલકે

હસો તો મધુ સોઢમ

ગમો વ્હાલા ઉદધિ છોરું,


સહુ જાણે રસિયા બાલમધરા રાણી ને મેઘા

હરિયાળું એ જોડું

નવોઢા ચાતક ગાયે

કણકણમાં તમ સરનામું.


Rate this content
Log in