STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અમારાં ચેહર મા

અમારાં ચેહર મા

1 min
284

અમારાં ચેહર મા,

રૂપા બા, નાયણા નાગરની દેવી;

નમાવીએ શીશ ચરણોમાં;

ભૂલચૂક માફ કરી ખોળે લે જે મા.


અમારું જીવન અમારી ઓળખ

ચેહર મા, 

તમારાં થકી જ છે;

નથી જો'તું વધારે અમારે,

સદાય માથે હાથ રાખજે મા.


સદાયે કૃપાનો છાંયો દેજે મા,

સવાયા બનાવી ભટ્ટ પરિવારને;

દયાળી ટાળજે સંકટ અમારાં,

એ આશ છે ચેહર મા.


અધૂરી આશ ભાવનાની,

કરી દે આશ પૂર્ણ માવડી;

જગતમાં જોજે હાંસી ના થાય,

અમારી લાજ તારાં હાથમાં છે.


ભરી દે ભંડારોને દે મન મોકળા,

હરી લે મનનાં સૌ સંતાપો મા;

આ સમય છે કપરો માવડી,

એને સરવો કરો ચેહર મા.


ભાવથી ભટ્ટ પરિવાર ભજે મા,

દિવસ ને રાત નામ તારું માવડી;

તારાં જ બાગની પેઢીઓ છે મા,

 રખોપાં કરજે તારાં બાળકો છીએ,

ચેહર મા મહેર કરજો માવડી..


Rate this content
Log in