અમાનત
અમાનત
1 min
176
એક અમાનત મારી ભીતરમાં,
આમ ઈશ્વર મળ્યા મને ભીતરમાં.
શોધતા રહ્યા સૌ મંદિર-મસ્જિદ,
એ ઈશ્વર બેઠાં સૌની ભીતરમાં.
અમાનત રૂપે દેહધારી મોકલ્યા,
કાળાં, ધોળા ભર્યા જ ભીતરમાં.
હાડ માંસથી બનેલા જીવનમાં,
ભાવનાઓની રમતો ભીતરમાં.
અમાનત રૂપે દેહ આપ્યો સૌને,
છતાંય કાવાદાવા ભર્યા ભીતરમાં.
સાચાં, ખોટાં કર્મો કર્યા જીવનમાં,
ક્યાંથી રાજી રહે ઈશ્વર ભીતરમાં.
અમાનત જેમણે આપી સૌને,
શાંતિ સાચી મળે ભીતરમાં.
