અલગારી દાદા
અલગારી દાદા
1 min
277
અલગારી દયાળુ દાદા છે,
કષ્ટભંજન હનુમાનજી છે,
તોરણીયા બંધાવો દાદા માટે,
શ્રદ્ધા કેરી લીલપ શણગારી છે,
હનુમાન ચાલીસાથી રીઝે છે,
વાયુવેગે હાજરી પૂરાવે છે,
દાદા સામે ભૂત, પ્રેત કાંપે છે,
બજરંગ બાણ થકી રક્ષા કરે છે,
ભાવના ભર્યા ભાવે આવે છે,
સંકટમોચન હનુમાન દાદા છે,
એક જ અજરાઅમર છે,
કળિયુગમાં પરચા પૂર્યા છે,
આંકડાની માળા શોભે છે,
દાદા એ થકી પ્રસન્ન થાય છે.
