અકળ કળાકાર
અકળ કળાકાર
1 min
18
એક અકળ કળાકાર જોયો,
છાયો અકળ કળાકાર છાયો,
નીરખી નયનભરી હરખીએ જોઈ,
પરખાયો નહીં એ પારખી જોઈ,
ગંગા, સાગર, સરોવર, ઝરણાં,
સરગમનો સૂર બની રેલાયો,
મઝધાર પંખ ફેલાવી ઉદ્ધાર કર્યો,
નિઃશબ્દ એની કૃપા થકી ઉગાર્યો,
રેશમ જેવા મુલાયમ હાથે છાયો,
સાત સૂરોનાં સંગમમાં હરખાયો,
અંદર બહાર સર્વ આનંદ છાયો રે,
અણુ અણુમાં સંતાયો કળાકાર રે,
ભાવના અદ્ભૂત લીલા ઈશની,
અકળ કળાકાર છાયો એ નૂરથી.
