STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

અકળ ચહેરો

અકળ ચહેરો

1 min
206

કેમ કરીને ઉકેલવો

ચહેરાનો ભાઈ ચહેરો

ઓળખવો છે અઘરો


કદી નિખાલસ

કદી આડંબરી

ઊર્મિઓનું તોફાન લઈ નિત રઝળતો

અકળ અગમનો બાજીગર બળવંતો


રુપલ સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ

ગમતી ચોપાઈ કે રમતી ગઝલ

નયન હોઠથી રમાડતો રે સોગઠા બાજી

વાત કરે હૈયાની તો થાય સૌ રાજી રાજી


ઘટમાળાઓનો ડુંગર

સપનાંઓનો સમંદર

અરીસામાં રમતો દીઠો છે તને કિમિયાગર


શી ખબર ! કેટલો સાચો કેટલો અડપલે દેતો રે તાલી

છોડાવજે આ ભ્રમણાંઓની રંગોળી ટોળી

કેમ ઉકેલવો ! છે ભાઈ આતો માણસનો ચહેરો


Rate this content
Log in