અકકલ ના આવી
અકકલ ના આવી
1 min
392
પચાસે પણ અમુકને અકકલ ક્યાં આવે છે ?
ને છતાં પણ લોકને ક્યાં સમજ આવે છે ?
હોય દીવાલો અચંબિત ઘરની હર એક,
જ્યારે પણ ઘરમાં મહાભારત રચાય છે.
ત્યારે ઇશ્વર મનમાં હસતા હશે તમાશા સારુ,
કોઈ મંદિરમાં પણ કરગરતુ હશે શાંતિ સારુ,
આના કરતા તો એકલા જીવ્યા હોત તો સારું,
જેનો હાથ પકડ્યો એ જ ના બન્યો સહારો,
જાત ઘસીને ઘર સંભાળ્યું પણ ના કદર થઈ,
જ્યારે દુઃખના દિવસોમાં કોઈ મદદરૂપ ના થયું,
જાત પેટાવી હતી અજવાળવાં ઘર માટે,
અંધારું કરી દીધું જીવનમાં બીજા માટે,
દેવતાઓ ૫ણ દેવીને સન્માનથી આગળ કરે છે,
એક માણસ જાત જ પત્નીને નીચી દેખાડે છે.
