STORYMIRROR

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

અખબાર

અખબાર

1 min
210

સરરરર સરતું...

રોજ સવારે ફળિયામાં પડતું...


કોઈની બનતું આદત...તો કોઈની તડપ..

કોઈના માટે તો વ્યસન...


ચીંથરા એના કેટલાય...

કોઈ સફેદ તો કોઈ કાળા....


કોઈક રંગીન તો કોઈ બેરંગ....

કોઈ જોઈને હરખાય તો કોઈ બેસે રડવા..

અલકમલકની વાતોથી એનું યૌવન છલકાય...


એક દિવસનું રાજ એનું....

સૌ કોઈ આગળપાછળ ફરે....


લેવા એને હાથ માં.

કેટલી ઝપાઝપી કરે...


તડકતું ભડકતું ક્યારેક ઝેર ઓકતું..

ક્યારેક બહુ રડાવતું.....એક દિવસ માં એ કેટલું નાચ નચાવતું....


સંધ્યા થતાં ઢળી પડતું એનું યૌવન ઝોલા ખાય....

રાત પડતાં જ એના સ્થાનેથી અધિકાર એનો છીનવાઈ જાય....


બીજા દિવસે પસ્તીમાં જ એનું અસ્તિત્વ શોધાય....

સરરરરર એ એમજ પાછું સરકી જાય.


Rate this content
Log in