અજ્ઞાનતા દૂર કરે
અજ્ઞાનતા દૂર કરે
અજ્ઞાન દૂર કરે ગુરુદેવ,
જિંદગીની હર મૂંઝવણમાં,
રાહ બતાવે છે ગુરુદેવ.
સુખની ક્ષણો લાવે,
હસ્તે મુખે મૂંઝવણમાં માર્ગદર્શન આપે,
દુઃખથી કદી ન હારજે.
સુખ દુઃખ ને ચઢતી પડતી છો આવે,
શ્રધ્ધા થકી જીવનમાં સુખ આવશે.
સુખ દુઃખથી ક્યારે હારવું નહીં,
જીવનમાં સાચી નિતી રાખજે.
લોકોનાં મહેણાંથી ના ડરવું,
સત્યનો માર્ગ સુખમય બનાવશે.
જુઠ્ઠાંનો સામનો જરૂર કરજે,
સત્યનો અંતે વિજય થાય છે.
ભૂલ માટે માફી માંગી લેજે,
જેથી મન હળવું બની જશે.
રાઈનો પર્વત કરવાની જગની રીત છે,
ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો ભાવથી,
જેવી ભાવના તેવાં ફળ મળે છે.
વાત મામૂલી સમજો તો,
પલમાં બેડોપાર થઈ જાય છે.
દુનિયા મતલબની જ છે,
ચેતીને ચાલવું એ જ સુખ છે.
ગુરુ વચનો પર ભરોસો રાખવો,
જેથી સુખ, સમૃદ્ધિ વધે છે.
