અજંપા ભીતરના
અજંપા ભીતરના
1 min
27.6K
અજંપા ક્યાં હોય આખરના સતત ઉદ્ભવે
દ્વાર, બીડીએ આંખના ટકોરાના સાદે હૃદયે
પ્રશ્નોના સળ પાડી તિજૉરીએ થોકબંધ સજાવે
નિત નવાં વસ્ત્રો પહેરી અપટુ ડેટ શોર મચાવે
મંત્રો જપતા નિરંતર કેદી જેમ અંતરના ઓથારે
જન્મજાત ગઠબંધન મનસંસદે સતત પ્રશ્નો ઉચ્ચારે
લૈ સૌ વિરોધ પક્ષે સાથ એકધારી સરકાર ચલાવે
આ અજંપા ચુનાવી ઈવીએમને કોદિ નહિ ગાંઠે
રહ્યા ઘણા બાકી વણ ઉકલ્યા,કોયડા ભીતર દ્વારે
અજંપા ભીતરના સિકન્દર સમા શ્વાસને શરમાવે
