અજબ છે
અજબ છે
1 min
333
અજબ છે કરામત ઓ ચેહર મા તારી રે,
દીધેલું જ તારું પ્રેમથી લીધેલું જ અમે રે,
લીધી તે અમાનત, ચેહર મા તારી રે,
ઘડીભર આપે ઘડી પાછું લેતાં રે,
તારી અદાલત કરે ન્યાય ચેહર માવડી રે
અનુચિત ઉલટું ચલાવે નહીં લગીર રે,
કરે જેટલું તું ભલું એટલું ઓછું પડે રે,
ભાવના જેની નિર્મળ હરખાઈ દોડે રે,
ચેહર મા તને ઓળખવી ઘણી કઠિન છે
ખોટાં છબછબિયાં કરે તારાં નામે ચરે રે,
ખરી છે તું જાગતી જ્યોત માવડી રે,
સાચાંને પડખે ઊભી, ખોટાંનો દંડ રે.
