અજબ ચેહર મા
અજબ ચેહર મા
1 min
185
અજબ છે કરામત ચેહર મા તારી,
વગર માંગ્યે આપતી માવડી મારી.
માનવ રૂપે શરીર આપી ભક્તિ દીધી,
એમાય ચેહર મા તું હાજરાહજૂર મળી.
ખરી છે અદાલત તારી ચેહર મા,
તારો ન્યાય કોઈને ના સમજાયો મા.
કરે જેટલું તું એટલાં પરચા અપાર છે,
ભાવના જેવી દાનત એવું ફળ દે છે.
અનુચિત ઉલ્ટું ચલાવી ના લે તું મા,
ખરી મરામત છે તારી ઓ ચેહર મા.
તારાં ચરણોમાં કોટી કોટી પ્રણામ મા,
અજબ કરામત કરે જાગતી ચેહર મા.
