અહર્નિશ
અહર્નિશ
1 min
258
અહર્નિશ નજરે જોયા કરું ચેહર માત ને,
દર્શન કરતાં ભવોભવનાં દુઃખ દૂર થાય જુઓ ને,
જાઉં છું ચેહર મા કને માંગવા આ મહામારી દૂર કરો,
ચેહર મા પણ કહેતાં બાળકો સાવચેતી રાખો,
અજીબ છે આ કોરોના એને હણવા તપ જરૂરી છે,
જયારે પૃથ્વી પર આફતો આવી દેવ-દેવીએ પણ તપ કર્યું છે,
અત્ર તત્ર સર્વત્ર નવે ખંડમાં નવદુર્ગાનો વાસ છે,
ચેહર મા સહિયરો સાથે દશે દિશામાં વસ્યાં છે,
ભાવના વિનવે ચેહર માતા કરો સહાય રે,
ભક્તો તમારાં તમને પોકારે આવો દેવીમા રે.