અહીં કોણ છે હવે
અહીં કોણ છે હવે
1 min
152
ખુદ ને સવાલ તારું અહીં કોણ છે હવે ?
આમ જ બસ એ વિચારું અહીં કોણ છે હવે ?
લાગે ખરાબ દુનિયા બધી આ અહીં મને,
ખબર જ નથી કે સારું અહીં કોણ છે હવે ?
આ અંધકાર ચોતરફ દેખાય છે મને,
મદદે કહો પોકારું અહીં કોણ છે હવે ?
ભૂલી જ જાય સઘળી જુની વાત ને સદા,
એવો બસ વ્યવહારું અહીં કોણ છે હવે ?
લોકો બધાય છોડીને "સંગત" ગયા મને,
છેલ્લો સવાલ મારું અહીં કોણ છે હવે ?
