Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

અહેસાસ

અહેસાસ

1 min
12.1K


અહેસાસ તારો સતત મારી સાથે છે મા,

આ વિચારોનાં વમળમાં પણ તું જ હોય છે મા.


મારી ભાવનાઓની ઊર્મિ માં તું જ વહે છે મા,

મારી આંખોમાં તારું જ પ્રતિબિંબ દેખાય છે મા.


એ તારો પ્રેમ આજે આ વિરહમાં સહારો બન્યો છે મા,

તારી એ મમતાએ તો આ જિંદગી બનાવી છે મા.


મારાં સ્વપ્ન માં વિંટળાયેલી ગૂઢ લીપી છે મા,

ક્ષિતિજ પર પ્રકાશ એ તારાં આશિષ નો પૂજ છે મા.


વહે છે મુજ રક્તમાં તારો પ્રેમ અમીરસ બનીને મા,

જન્મો જનમ તારી જ ગોદ મળે એવી આશા રાખું મા.


અસ્તિત્વ મારું આખુંય તારાં અહેસાસથી ભરેલું છે મા,

મારાં જ મૌનનો મહાસાગર પણ ઘૂઘવતો તારાં નામને મા.


Rate this content
Log in