અગ્નિ
અગ્નિ


અવનિ પરે અનલ રૂપ રંગ જૂજવાં,
રોક્યાં તાપણે શિયાળે ટાઢ ધ્રુજવા.
દીવે જ્યોત રૂપે જગ અજવાળવાં,
જલી અગ્નિ રૂપે દેહ અંતે બાળવાં.
શેકી ચૂલે રોટલાં જઠરાગ્નિ ઠારવાં,
દઝાડી આગમાં વળી કોઈ મારવાં.
હુતાસણ બનીને હોળીએ પ્રગટવું,
બનીને સંકેત વેગે દૂરસુદૂર વટવું.
યંત્રમાં ઉર્જા હલનચલને આણવી,
ઢાળવા ધાતુને ઓગાળી જાણવી.
યજ્ઞમાં પ્રગટવું લખ્યું જેમ શાસ્ત્રે,
શત્રુને સમજાવવા ઘાતક તું શસ્ત્રે.
જન્મથી મૃત્યું લગી આગને આશરે,
તુજ વિના તુજ વડે નક્કી છે નાશ રે.
અવનિ પરે અનલ રૂપ રંગ જૂજવાં,
અગ્નિ સ્ત્રોત બ્રહ્માંડનો પેટને પૂજવાં.