Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

V.m. Parmar

Others

4  

V.m. Parmar

Others

અઘરું

અઘરું

1 min
289


ઊંઘમાં સપનું અધૂરું છોડવું સાવ સહેલું,

પણ જાગ્યા પછી ફરી શરૂ કરવું એ અઘરું,


કૈંક અરમાનોનું ગળું ઘૂંટવું સાવ સહેલું,

પણ ફરી એમાં શ્વાસો પૂરાવા એ અઘરું,


આજે મર્યાદામાં રહી ચાલવું સાવ સહેલું,

પણ પછી રોજરોજ યાદ રાખવું એ અઘરું,


કોઈ માટે ઘડીભર રડી લેવું સાવ સહેલું,

પણ કોઈને એકવાર હસાવી દેવું એ અઘરું,


સ્વાર્થી બની જગતમાં દોડવું સાવ સહેલું,

પણ "પરમાર્થ"ની એક ડગ ભરવી એ અઘરું.


Rate this content
Log in