અગાશી
અગાશી
1 min
177
અગાશી સાથે જોડાયેલી અનેક યાદો,
પપ્પા વાર્તા કહેતા એ અણમોલ યાદો,
જિંદગીમાં મીઠી મધુરી લાગે એ યાદો,
પીઠ ઉપર હાથ ફેરવી સૂવાડે એ યાદો,
વ્યોમ જોતાં પલાખા શીખ્યાં એ યાદો,
શાંતિની નિંદર માણતાં એ મસ્ત યાદો,
જિંદગીમાં ભરોસો ઈશ્વર તણો જ હતો
એ સમયે એસી, પંખા પણ ક્યાંય નહોતા,
ભાવના ત્યારે માણસો સાચ્ચા હતાં,
મકાન કાચા પણ સુખ શાંતિ જરૂર હતાં.
