અદ્વૈતનો કારભાર
અદ્વૈતનો કારભાર
1 min
16.9K
સ્વને સઘળી ધારણાઓની પાર કર,
ખુદ ને પછી તું ભ્રમણાઓની પાર કર.
ભીતરથી બોલવાનું સઘળું બંધ કરીને,
મૌન થકી શબ્દો પર શાંતીથી વાર કર.
મન માત્ર સાચો મિત્ર એક તારો આ રાહે,
તપસ્યાથી તું એ જ મનની તલવાર કર
ધ્યાન તો છે મજબૂત પથ્થર પ્રેમ તણો
સ્વને ઘસી ઘસીને ધારદાર નિખાર કર.
જો ભીતરથી જોઈ રહ્યું છે કોઈ અચલ,
આ સાક્ષીભાવને જ કાયમી આધાર કર.
પછી કોણ તું ને કોણ હું છે કોને ખબર,
અદ્વૈતનો તું એમ સઘળો કારભાર કર.
પછી તૂટે આ બેહોશી ને પ્રગટે "પરમ"
એમાં જ જાતને "પાગલ" પારાવાર કર
