અધીરાઈ
અધીરાઈ
1 min
184
અધીરાઈ શું કરો છો, જરા ધીરજ તો ધરી જો,
અવિશ્વાસની વાત શું કરો છો જરા વિશ્વાસ કરી જો,
ભાગદોડ તો બધાયે કરે છે, થોડી નિરાંત લઈ જો,
ચિંતા શું કરવાની, જરા ચિંતન તો કરી જો,
ઉતાવળિયું પગલું ભરતાં પહેલાં વિચાર્યું હોત તો,
તમાશાને તેડું ન હોય એ સમજી ચાલ્યા હોત તો,
અધીરાઈ કરવાથી શું લાભ, શાંતિ રાખી હોત તો,
ભાવના સમજ્યાં નહીં, આંસુ છુપાવો હવે તો,
સમજણ વિના બધું અધુરું છે અહીં હવે તો,
અધીરાઈ છોડીને સમજણ કેળવો હવે તો.
