અડવાદાવ
અડવાદાવ
1 min
558
રાતી રાતી ચણોઠડીને લીલાં લીલાં પાન,
ચાલ સૈયર ભેગા થઇને રમીએ અડવાદાવ.
ભમરો અડ્યો કળીઓને કળીઓ થઇ ગઇ બાગ,
કોયલ બોલી શબ્દને, શબ્દો થઇ ગ્યા રાગ.
એમ અડી તું મુજને, આજ થઇ જા માલામાલ,
રાતી રાતી ચણોઠડીને લીલાં લીલાં પાન.
લાવ આખમા આખ પરોવી દિલના ખોલી દ્વાર,
નાજુક નમણા હોઠ ભીડાવી થઇએ લાલમ લાલ.
જોને પેલી વેલ રમતી ઝાડે લપટી ફાગ,
રાતી રાતી ચણોઠડીને લીલાં લીલાં પાન.
આપું તુજને સંતાવાને આખું ઉર આકાશ,
જોને રંગ્યુ ફાગણીયાએ વનવગડાનુ રાજ.
દેખી ભીતર જાગી ગ્યા છે મારા સુતા નાગ,
રાતી રાતી ચણોઠડીને લીલાં લીલાં પાન
